એશિયન ગેમ્સ મહિલા T20I ની ફાઇનલમાં સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ટીમને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. (ANI Photo)

ચીનના હોંગઝાઉ ખાતે રવિવારથી શરૂ થયેલી એશિયન ગેમ્સમાં સોમવારે ભારતે ભારતે મહિલા ક્રિકેટ શૂટીંગની ટીમ ઈવેન્ટમાં, એમ બે ગોલ્ડ મેડલ સાથે કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વખતે પહેલીવાર ભારતીય ટીમે એશિયાડ ક્રિકેટમાં ભાગ લીધો હતો. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સોમવારે ફાઈનલમાં શ્રીલંકાને હરાવી પ્રથમ એશિયન ચેમ્પિયન્સનો ઐતિહાસિક તાજ તથા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. 

અન્ય મેડલ વિજેતાઓમાં મહિલાઓની 10 મીટર એરરાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર, પુરૂષોની 10 મીટર એરરાઈફલમાં ગોલ્ડ, રોઈંગમાં પુરૂષોની લાઈટવેઈટ ડબલ્સ સ્કલમાં સિલ્વર, રોઈંગમાં પુરૂષોની આઠ સભ્યોની ટીમ ઈવેન્ટમાં સિલ્વર, રોઈંગમાં પુરૂષોની ડબલ્સમાં બ્રોંઝ, મહિલાઓની 10 મીટર એરરાઈફલમાં રમિતા જિન્દાલને બ્રોંઝ, રોઈંગમાં પુરૂષોની ચારની ઈવેન્ટમાં બે બ્રોંઝ, પુરૂષોની 10 મીટર એરરાઈફલમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરને બ્રોંઝ તથા પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલની ટીમ ઈવેન્ટમાં બ્રોંઝનો સમાવેશ થાય છે. 

મહિલા ક્રિકેટ ટીમનો 19 રને વિજય 

મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન કર્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 8 વિકેટે ફક્ત 87 રન સુધી પહોંચી શકી હતી.  

LEAVE A REPLY