A narrow victory for Dalit leader Jignesh Mevani
બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી . (ANI Photo/Rahul Singh)

આસામના બારપેટા જિલ્લાની એક અદાલતે મંગળવારે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામેના એક કેસમાંથી અશ્લીલ કૃત્યો અને જાહેર સેવક પર હુમલો કરવાના આરોપો હટાવ્યા હતા. ગયા વર્ષના એપ્રિલમાં ધરપકડ પછી પછી મેવાણીને ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જવામાં આવતા ત્યારે ત્યારે તેમને મહિલા પોલીસ પર કથિત હુમલો કર્યો હતો.

પીએમ મોદી અંગેના એક ટ્વીટના મામલે મેવાણીની સૌ પ્રથમ 19 એપ્રિલે પાલનપુરમાં ધરપકડ કરાઈ હતી અને તેમને કોકરાઝાર લઈ જવાયા હતા. તે કેસમાં જામીન પર છૂટ્યા પછી તરત 25 એપ્રિલે બારપેટા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં તેમના પર મહિલા પોલીસ અધિકારી પર હુમલાનો આરોપ હતો. બારપેટાની કોર્ટે 29 એપ્રિલે તેમને જામીન આપ્યા હતા. બીજા કેસમાંથી IPC કલમ 294 અને 353 હટાવી દેવામાં આવી હતી, પરંતુ મેવાણીએ તેમની સામેના અન્ય આરોપો માટે કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કોર્ટની બહાર મેવાણીએ પત્રકારોને કહ્યું હતું કે તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. મારી ડિસ્ચાર્જ અરજીની આજે કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે મારી સામેના કેસમાંથી IPC કલમ 294 અને 353 હટાવી દીધી છે. હવે અન્ય કલમો મુજબ કેસ આગળ વધશે. આ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે સુનાવણીની આગામી તારીખ ઓક્ટોબરમાં હશે અને તે ફરીથી તેના માટે હાજર થશે.

LEAVE A REPLY