પેટીસેરી વેલેરીના ખાતામાં અંદાજિત £40 મિલિયનનું બ્લેક હોલ શોધાયા બાદ સીરીયસ ફ્રોડ ઓફિસે પેટીસેરી વેલેરીના ભૂતપૂર્વ ફાઇનાન્સ ચીફ ક્રિસ માર્શ, તેની એકાઉન્ટન્ટ પત્ની લુઈસ, તેના ફાઇનાન્સીયલ કંટ્રોલર પ્રિતેશ મિસ્ત્રી અને માર્શના નાણાકીય સલાહકાર નિલેશકુમાર લાડ સામે છેતરપિંડી કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બોર્ડને “નોંધપાત્ર, સંભવિત કપટપૂર્ણ એકાઉન્ટિંગ અનિયમિતતાઓ” મળ્યા પછી માર્શને સસ્પેન્ડ કરાયા હતા. બાદમાં તેમની ધરપકડ કરાઇ હતી. તેમને રાજીનામું આપતા પહેલા જામીન પર મુક્ત કરાયા હતા. તે સમયે, પેટિસરી વેલેરી પાસે લગભગ 200 કાફે હતા.
પેટીસેરી વેલેરીને 2006માં તેના અધ્યક્ષ લ્યુક જોહ્ન્સન દ્વારા હસ્તગત કરાઇ હતી અને લેઝર સેક્ટરના રોકાણકાર બે £10 મિલિયનની લોન આપીને તેના પતનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.