પ્રતિક તસવીર

સ્થળ: 4A કાસલ ટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE

  • ધ ભવન ખાતે સોનિસ આર્ટ ગેલેરીના કલાકાર જીગર સોની દ્વારા કલા પ્રદર્શન “કલર્સ ઓફ કચ્છ”નું આયોજન 22થી 24 સુધી રોજ સવારના 11થી 7 દરમિયાન કરવામાં આવ્યું છે. તા. 22ના રોજ સાંજે 5 વાગ્યે હેરો ઈસ્ટના એમપી શ્રી બોબ બ્લેકમેન શુભારંભ કરશે. આ પ્રદર્શનમાં કચ્છના ગ્રામ્ય જીવનની ઝાંખી અને પ્રકૃતિની અનન્ય રચના રજૂ કરાશે. દીપ પ્રાગટ્ય બાદ પ્રદર્શનની ટુર કરાવાશે. પ્રદર્શન સંપર્ક: જીગર સોની [email protected], +91 99247 46024.
  • ધ ભવન ખાતે આસિફ પટેલ દ્વારા નિર્મિત ઇમ્તિયાઝ પટેલ દ્વારા લખાયેલ ગુજરાતી નાટક ‘આજે રોકડે ને ઉધાર કાલે’ના શોનું આયોજન ગુરુવાર 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાત્રિભોજન સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: પી. આર. પટેલ 07957 777 226.
  • ધ ભવન ખાતે હેરિટેજ કનેક્ટ દ્વારા ‘પરંપરા ધ ટ્રેડીશન્સ’ કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 30 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:30થી 9:30 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં આર્ય મંડળ સાથે ચિરંજીબ ચક્રવર્તી અને કલાકારો સંગીત રજૂ કરશે.
  • નહેરુ કેન્દ્રના સહયોગથી ભવન દ્વારા બહુભાષી મહેફિલ – કવિ ગોષ્ઠીનું આયોજન મંગળવાર તા. 3 ઑક્ટોના રોજ સાંજે 6:30 કલાકે ધ નેહરુ સેન્ટર, 8 સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડવ W1K 1HF ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મફત છે પણ નેહરુ સેન્ટરની વેબસાઈટ પર નોંધણી જરૂરી છે

LEAVE A REPLY