પ્રતિત તસવીર (ANI Photo)

ગણેશ ઉત્સવ પ્રસંગે લેસ્ટરમાં વિશાળ ગણપતિ વિસર્જન યાત્રાનું આયોજન રવિવાર, 24 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન ગણેશની પ્રતિમા સાથે શોભાયાત્રાની શરૂઆત બેલગ્રેવ રોડ પર આવેલા શિવાલય મંદિરથી થશે અને કોસિંગ્ટન પાર્કમાં સમાપ્ત થશે. જ્યાં વિવિધ સ્ટેજ પર્ફોર્મન્સ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

આ ઉત્સવનું આયોજન સ્થાનિક સમુદાયના સમર્થન સાથે બેલગ્રેવ બિઝનેસ એસોસિએશન દ્વારા કરાયું છે. આ યાત્રા લેસ્ટરના ગોલ્ડન માઇલ અને બેલગ્રેવની શેરીઓમાંથી પસાર થશે. લેસ્ટરમાં ગણેશ ઉત્સવની ઉજવણીનું આ 33મુ વર્ષ છે જે પાંચ દિવસ સુધી ચાલશે.

તા. 19ને મંગળવારે બેલગ્રેવ રોડ સ્થિત શિવાલય મંદિર ખાતે ગણેશ ચતુર્થીના રોજ લંચ ઈવેન્ટ સાથે ઉત્સવની શરૂઆત થઇ હતી. જેમાં ઉપાસકોએ પૂજામાં ભાગ લીઘો હતો. પાંચ દિવસના સમગ્ર ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

24 સપ્ટેમ્બર, રવિવારના રોજ વિસર્જન શોભાયાત્રાના સમાપન સાથે બપોરે 3 વાગ્યે ગણેશજીની પ્રતિમાનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે.

LEAVE A REPLY