લંડનના હેરો સ્થિત હેડ સ્ટોન સ્કુલનાં ઓડીટોરીયમમાં મૂળ રંગપુર, અમરેલીના અને હાલ લંડનમાં રહેતા શ્રીમતી ભાવનાબેન અને સુરેશભાઇ બાબરીયાની દીકરી કુ. નીમાનો શાનદાર ‘ભરતનાટ્યમ્ આરંગેત્રમ્’ સમારંભ યોજાયો હતો.

સર્જન નર્તન એકેડેમીના નિમા પટેલ પાસેથી લંડનમાં જ ભરતનાટ્યમની તાલીમ પૂર્ણ કરનાર કુ. નીમાના આ પદ્વીદાન સમારોહમાં ભવનના ડાયરેક્ટર શ્રી ડો. નંદકુમાર, હિન્દુ ફોરમ બ્રિટનના તૃપ્તિબેન પટેલ, હેરો કાઉન્સીલના મેયર રામજી ચૌહાણ, શ્રીભરતનાટ્યમ્ એકેડેમીના ડાયરેકટર શ્રીમતી અંબીકા થેમાથરમ, વાસક્રોફ્ટ ફાઉન્ડેશનના શશિકાંતભાઈ વેકરીયા, જયસામ ગૃપ ઓફ કંપનીઝના શ્રી શામજીભાઇ ડબાસીયા, સહિત અનેક આમંત્રિત મહેમાનો નીમાને શુભેચ્છા આપવા પધાર્યા હતા અને આશિર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે મહીલા સંસ્કાર કેન્દ્ર – અમરેલીના વડીલ સાંખ્યયોગી શ્રી લીલાબાએ વીડીયો કોલથી આશીર્વાદ આપીને પોતાની પ્રસનન્તા વ્યક્ત કરી હતી. નીમાએ નાનપણથી પોતાની કળાનું પ્રદર્શન કરીને અવારનવાર વિવિધ પારિતોષિક પણ મેળવ્યા છે.

LEAVE A REPLY