FILE PHOTO Evan Vucci/Pool via REUTERS/File Photo

ભારતની આકરી પ્રતિક્રિયા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સૂર બદલાયા હતા અને જણાવ્યું હતું કે તેઓ ભારતને ઉશ્કેરવા અથવા બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો કરવા માંગતા નથી, પરંતુ તેઓ નવી દિલ્હીને અનુરોધ કરે છે કે તે શીખ અલગતાવાદી નેતાની હત્યાને અત્યંત ગંભીરતાથી લે. અમે ઉશ્કેરણી કરવા કે તંગદિલીમાં વધારો કરવા માંગતા નથી. અમે આ માામલાની સંપૂર્ણ સ્પષ્ટતા કરવા અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા ભારત સરકારે કામગીરી કરવા માગીએ છીએ.

અગાઉ સંસદમાં ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય આરોપો” છે. આવા આક્ષેપ પછી કેનેડાએ ભારતના રાજદ્વારીની હકાલપટ્ટી કરી હતી અને વળતાં પગલાં તરીકે ભારતે પણ કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવાની તાકીદ કરી હતી.

LEAVE A REPLY