(ANI Photo)

યુજેનમાં રવિવારે ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં ભારતના દિગ્ગજ જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ ચૂકી જતાં બીજા સ્થાને સિલ્વર મેડલ મેળવ્યો હતો. નીરજે ફાઈનલમાં 83.80 મીટર ભાલો ફેંક્યો હતો, પણ ચેક રીપબ્લિકના ખેલાડી જાકુબ વાદલેચે 84.27 મીટર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. નીરજે બીજા પ્રયત્નમાં 83.80 મીટરનું અંતર સર કર્યું હતું, તો જાકુબનો થ્રો અંતિમ પ્રયાસમાં 84.27 મીટરે પહોંચ્યો હતો.

LEAVE A REPLY