એચએમ ગવર્મેન્ટના સહયોગથી પ્રસ્તુત

NHSમાં પસંદ કરવા માટે 350થી વધુ વૈવિધ્યસભર અને લાભદાયી રોલ્સ છે, જેમાં દરેકને માટે અનુકૂળ હોય તેવી નોકરીઓ છે.

હેલ્થકેર સપોર્ટ વર્ક એ NHS માં પ્રવેશ માટેનું એક ઉત્તમ બિંદુ છે અને તે આજીવન કારકિર્દી તરફ દોરી શકે છે. હોસ્પિટલો, GP પ્રેક્ટિસ, લોકોના પોતાના ઘર અથવા સમુદાયમાં કામ કરવા માટે વિવિધ તકો છે.

પગાર વધારામાં સરકારના રોકાણને કારણે, યુકેની શ્રેષ્ઠ પેન્શન યોજનાઓ પૈકીની એક સાથે, NHSમાં ભૂમિકાઓની માંગ કરવામાં આવે છે અને ઘણી વખત તે માત્ર એક પ્રખ્યાત કારકિર્દીની શરૂઆત બની રહે છે.

NHS અત્યારે એન્ટ્રી લેવલ હેલ્થકેર સપોર્ટ વર્કર્સ, ડિગ્રી લેવલના નર્સિંગ અને એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ અને સમગ્ર ઈંગ્લેન્ડમાં ઘણી બધી ભૂમિકાઓ સહિતની વિશાળ શ્રેણી માટે ભરતી કરી રહ્યું છે.

પ્રોફેશનલ્સ અને કેરનના રોલ્સ માટે લાયક બનવા, તાલીમ લેવાની અને વિકાસ કરવાની ઘણી રીતો છે – પ્રેરણાદાયી ટીમનો ભાગ બનવાની અને જીવનભરની અત્યંત લાભદાયી કારકિર્દી શરૂ કરવાની આ તમારી તક છે.

  • સપ્ટેમ્બર 2020થી, નવુ, બિન-ચુકવણીપાત્ર તાલીમ અનુદાન ઉપલબ્ધ છે. તે નર્સિંગ અને મિડવાઇફરી અભ્યાસક્રમો માટે ઓછામાં ઓછા £5,000 પ્રતિ શૈક્ષણિક વર્ષ છે અને પાત્ર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ દીઠ £3,000 સુધીનું વધુ ભંડોળ ઉપલબ્ધ છે.
  • નવો પ્રારંભિક પગાર અને લાભો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: – નર્સિંગ: બેન્ડ 5 પર નવી લાયકાત ધરાવતી નર્સ તરીકે £28,407. – હેલ્થકેર સપોર્ટ વર્કર: £22,383નો પ્રારંભિક પગાર મેળવી શકે છે.
  • ઓન કૉલ પર કામ કરવા, ઓવરટાઇમ અથવા અનસોસ્યલ કલાકો માટે વધારાની આવક મેળવવાની તકો પણ હોઈ શકે છે.
  • યુકેમાં શ્રેષ્ઠ પેન્શન સ્કીમમાંથી એકનો લાભ લેવા સાથે તમારા એમ્પ્લોયર તમારા પેન્શન બેનીફીટના ખર્ચને પહોંચી વળવા માટે તમારા પગારના વધારાના 20.6% જેટલું યોગદાન આપે છે.
  • કારકિર્દીની પ્રગતિ માટે અદ્ભુત તકો.
  • વેલબીઈંગ સપોર્ટમાં વેલબીઈંગ ગાર્ડીયન્સ અને સ્ટાફને સલામત અને સ્વસ્થ રાખવા માટેના માર્ગદર્શનનો સમાવેશ થાય છે.

32 વર્ષની તાન્ઝ રાયઝે જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના પિતાને ગુમાવ્યા હતા, તેણીનો ઉછેર સીંગલ ઇમિગ્રન્ટ વિધવા માતા દ્વારા થયો હતો.

“મારો જન્મ શેફિલ્ડમાં થયો હતો, પરંતુ મારા પિતાના અવસાન પછી અમે લીડ્સમાં રહેવા ગયા હતા. તે મુશ્કેલ સમય હતો. મારી માતાએ સિંગલ મમ હોવાને કારણે ઘણાં સાંસ્કૃતિક નિષિદ્ધોનો સામનો કરવો પડ્યો, અને મને અને મારા ભાઈ-બહેનોને એવું લાગ્યું હતું કે પિતા વિના અમને મોટા સમુદાય દ્વારા સ્વીકારવામાં આવ્યાં નથી.”

“મારા પિતા 30ની શરૂઆતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. તેઓ સરેરાશ બાંધો ધરાવતા હતા, અને તેમના પરિવારમાં હૃદય રોગ વારસાગત ચાલે છે, તેમ છતાં આટલી નાની ઉંમરે તેમના પહેલાં કોઈનું મૃત્યુ થયું ન હતું. હું હેલ્થકેરમાં આવી તેનું મુખ્ય કારણ તે છે.”

“હાઈ સ્કૂલમાં, હું સરેરાશ વિદ્યાર્થી હતી, મને ખબર ન હતી કે હું નોકરી અથવા કારકિર્દી તરીકે શું કરવા માંગુ છું. પણ હું સુયોગ્ય એ-લેવલ્સ મેળવવામાં સફળ થઇ હતી અને કૉલેજ ગઇ હતી.’’

“કૉલેજથી નજીક એક લર્નિંગ ડિસેબિલિટી સ્કૂલ હતી જ્યાં મેં યુથ વર્ક કર્યું હતું. હું ખાસ જરૂરિયાતો ધરાવતા શીખનારાઓની (સ્પેશ્યલ નીડ્સ લર્નર) સંભાળ રાખતા ઘણા બાળરોગ નિષ્ણાંતો અને એડલ્ટ નર્સોને મળતી હતી.’’

“ત્યારે મને નર્સિંગ સાથે પ્રેમ થયો, તેથી હું મદદ માટે મારા ટ્યુટર પાસે ગઇ હતી. મને નર્સિંગમાં કારકિર્દી બનાવવામાં મદદ મળે તે માટે મેં બાયોલોજીનો અભ્યાસ કર્યો.”

“મને ગેટ ગોમાંથી નર્સ બનવામાં ખરેખર આનંદ થયો! મને ક્લિનિકલ વાતાવરણ અને મારા દર્દીઓ સાથે સંબંધ બાંધવાની તક ગમતી હતી.’’

“સૌથી વધુ લાભદાયી પાસું અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સ કરતાં વધુ હતું, તે એ કે તમે કેવી રીતે વ્યક્તિની ‘અસ્વસ્થ મુસાફરી’નો ભાગ બનો છો અને તેમને રીકવરી કરવામાં મદદ કરી રહ્યાં છો.”

“નર્સિંગમાં તમે તમારા દર્દી માટે એક જહાજ હો છો – તમે તમારા દર્દીને પ્રથમ સ્થાન આપો છો, અને તેમની સાથેનો તમારો સંબંધ ખરેખર અનન્ય હોય છે – તમે તેમની સાથે સંબંધ ધરાવતા હોતા નથી, પરંતુ તે ક્ષણે, તમે તેમના માટે સૌથી નજીકના અને સલામત વ્યક્તિ હો છો.”

“NHS માં પ્રગતિ કરવાની ઘણી તકો છે”. 13 વર્ષથી નર્સ હોવાની સાથે સાથે, ટાન્ઝ લીડ્ઝ હોસ્પિટલ ટ્રસ્ટ માટે ક્લિનિકલ એજ્યુકેટર છે, અને ભરતી અને શિક્ષણમાં રાષ્ટ્રીય નીતિઓ અને વ્યૂહરચનાઓને જોતા સેવા અગ્રણી છે.

“NHSમાં કોઈ તમારી કારકિર્દી ઘડતું નથી – તમને જે જોઈતું હોય તે તમે કરી શકો છો, વ્યક્તિગત વિકાસ માટે પુષ્કળ તકો છે. અમે અમારા પોતાના લોકોમાં રોકાણ કરવા માંગીએ છીએ – છેવટે, અમારા દર્દીઓને પણ કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા કાળજી લેવાય તે ગમે છે, અને કોઈની સાથે તેઓ સંબંધ બાંધી શકે છે.”

“NHS એજ્યુકેશન લીડ તરીકેની મારી ભૂમિકાનો એક ભાગ લોકોને એપ્રેન્ટિસશીપમાં મદદ કરવાનો છે.”

“હું વંચિત વિસ્તારોની શાળાઓમાં જઉં છું જ્યાં મારા અને મારા પ્રવાસ સાથે સંકળાયેલા ઘણા વધુ વંશીય લઘુમતી વિદ્યાર્થીઓ હોય છે; અને હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરવા વિશે હું મોટી થઈ રહી હતી ત્યારે માતા-પિતાની જેવી ધારણાઓ હતી તેની સરખામણીમાં ઘણો બદલાવ આવી ગયો છે.”

“હેલ્થકેરમાં કંઈક એવું છે કે ખરેખર તમે આનંદ માણો છો અને કઇં એવું પણ નથી – પરંતુ તે બધું તમારી જાતને નેવિગેટ કરવા અને તમે જે પણ માર્ગ લેશો તેમાં પ્રગતિ કરવાની તકો ઝડપવા વિશે છે.”

વધુ જાણવા માટે ‘NHS કરીયર્સ’ સર્ચ કરો: www.healthcareers.nhs.uk

Photo Caption

લીડ પ્રોફેશનલ: તાન્ઝ રાયઝ નર્સિંગ, મિડવાઇફરી અને એલાઇડ હેલ્થ પ્રોફેશનલ એજ્યુકેટર (FHEA) છે

LEAVE A REPLY