એશિયા કપ 2023ની કોલંબોના આર પ્રેમદાસા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ફાઇલનમાં શ્રીલંકાની ટીમનો ધબકડો થયો હતો અને માત્ર 15.2 ઓવરમા 50 રનમાં આખી ટીમ સમેટાઇ ગઈ હતી. આમ ભારતની એશિયા કપમાં વિજય માટે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.ભારત તરફથી મોહમ્મદ સિરાજે છ વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ખેરવી હતી. સિરાજે તેની પ્રથમ પાંચ વિકેટ 16 બોલમાં લીધી હતી. જે ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી વિકેટ છે. બાદમાં તેણે વધુ વિકેટ લીધી હતી. શ્રીલંકાના સુકાની દાસુન શનાકાએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ વરસાદને કારણે નાટક વિલંબિત શરૂ થયું હતું.
શ્રીલંકાના સુકાની દાસુન શનાકાએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ વરસાદને કારણે મેચમાં વિલંબ થયો હતો.પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 12 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર કુસલ પરેરા, સુકાની દાસુન શનાકા, સાદિરા સમરવિક્રમા અને ચરિથ અસલંકા ઝીરો પર આઉટ થયાં હતાં, જ્યારે પથુમ નિસાંકા 2 અને ધનંજય ડી સિલ્વા 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.