(ANI Photo)

હરિયાણાના નૂહ જિલ્લાની 31 જુલાઇની કોમી હિંસાના મામલામાં પોલીસે શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરી હતી. આની સાથે વહીવટીતંત્રે જિલ્લામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદ્યા હતાં અને બે દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ  સેવાઓ સ્થગિત કરી હતી.

આ ધરપકડને પગલે સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને ખાનને કોર્ટમાં રજૂ કરાયા હતા તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટે મમ્મન ખાનને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં.

એફઆઈઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્યની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. એફઆઈઆરમાં ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સહિતના આરોપો મૂકવામાં આવ્યાં છે. નૂહ જિલ્લામાં મુખ્યત્વે ત્રણથી ચાર સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.

એક આદેશમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ટીવીએસ એન પ્રસાદે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવા રોકવા માટે મોબાઇલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સર્વિસિસ શુક્રવારે સવારે 10 વાગ્યાથી બે દિવસ માટે સ્થગિત કરાઈ છે.

LEAVE A REPLY