ગુજરાતમાં લાંબા વિરામ પછી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારને મધ્ય ગુજરાતમાં દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાનાશાસ્ત્રીઓએ દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે મધ્ય ગુજરાતમાં નર્મદા જિલ્લો, છોટાઉદેપુર અને દાહોદમાં ભારેથી અતિભાવે વરસાદ પડશે તેવી ચેતવણી આપી હતી. આ ચેતવણીના પગલે સ્થાનિક વહીવટ તંત્રને સાબદા રહેવા જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં પર્યાપ્ત વરસાદ ન પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ઓગસ્ટ મહિનાની સરેરાશ જેટલો વરસાદ સપ્ટેમ્બરના પ્રથમ દસ દિવસમાં પડી ગયો હતો. હવે બીજા દસ દિવસમાં તેનાથી વધારે વરસાદ પડશે તો ખેડૂતોને રાહત થશે તેવું માનવામાં આવે છે.

LEAVE A REPLY