ડો. યુવા અય્યર : આયુર્વેદિક ફિઝિશિયન :
વારંવાર થતું યુરિન ઈન્ફેક્શન, સિસ્ટાઈટીસ એટલે કે મૂત્રાશયમાં સોજો ન કહેવાય અને ન સહેવાય તેવી સમસ્યા છે. સ્ત્રી હોય કે પુરષ, જ્યારે મૂત્રપ્રવૃત્તિ વારંવાર થાય, બળતરા સાથે થાય, પેઢુંમાં દુઃખાવો થાય ત્યારે શારીરિક તકલીફ તો થાય છે જ, પરંતુ કામકાજના સમય દરમ્યાન વારંવાર બાથરૂમ જવું પડે તથા દુઃખાવા-બળતરાને પરિણામે આ સમસ્યા માત્ર શારીરિક ન રહેતા શરમ, સંકોચ અને ત્રાસદાયક હોવાથી માનસિક અસ્વસ્થતાનું પણ કારણ બને છે. વરસે કદાચિત કોઈ કારણસર યુરીનમાં ઈન્ફેક્શન લાગવું એટલી ગંભીર સમસ્યા નથી. પરંતુ…. • છ મહિનામાં બે થી ત્રણ વાર યુરીનમાં ઈન્ફેક્શન સાથે પેશાબમાં બળતરા, • પેઢુંમાં દુઃખાવો, • કમરમાં દુઃખાવો સાથે જનનાંગોમાં પણ સણકા મારે તેવો દુઃખાવો થાય ત્યારે સમસ્યા ગંભીર સ્વરૂપ લે છે.
એન્ટીબાયોટીક્સ વારંવાર લેવી પડે છે?
જેઓને વારંવાર યુરિનમાં ઈન્ફેક્શન, તાવ દુઃખાવાની ફરિયાદ રહેતી હોય તેઓને યુરિન કલ્ચરના રિપોર્ટ મુજબ અસરકારક એન્ટીબાયોટીક્સ દવાઓ લેવી પડતી હોય છે. આયુર્વેદીય ચિકિત્સા માટે આવતાં સિસ્ટાઈટીસનાં દર્દીઓ એન્ટીબાયોટીક્સથી થતાં અપચો, ઝાડા જેવી આડઅસરથી બચવા દેશી ઉપચારની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.
સિસ્ટાઈટીસ એટલે શું ? મૂત્રાશયમાં જમા થયેલું મૂત્ર, મૂત્રનલિકા દ્વારા મૂત્રપ્રવૃત્તિ દરમ્યાન શરીરની બહાર ફેકાઈ જાય છે. કોઈપણ કારણોસર મૂત્રદ્વારથીમૂત્રનિલાકમાં થઈને જીવાણુઓનું સંક્રમણ બ્લેડરમાં થાય,
• તે સાથે અન્ય કારણો જેવા કે ઈમ્યુનીટી ઓછી થવી,
• પાણી-પ્રવાહી ખારોક ઓછો લેવાતો હોય,
• તીખા-મસાલેદાર ખોરાક વધુ ખવાતા હોય,
• સંકોચ કે વ્યસ્તતાને લીધે મૂત્રપ્રવૃત્તિ લાંબાગાળા સુધી ટાળવામાં આવતી હોય
• યુવાન સ્ત્રીઓ સેક્સ્યુઅલી એક્ટિવ હોવાથી યુરેથ્રા દ્વારા સંક્રમણ લાગી શકે છે,
• 55 વર્ષથી ઉપરની સ્ત્રીઓને અંતઃસ્ત્રાવના અભાવને કારણે કુદરત દ્વારા મળતા ઈન્ફેક્શન સામે રક્ષણાત્મક યોનીસ્ત્રાવ રૂપી રક્ષાકવચ નબળું પડવાથી સંક્રમણ લાગી શેક છે.
• વારંવાર સંક્રમણને પિરણામે મૂત્રાશયને દીવાલમાં દાહ સાથે સોજાની ફરિયાદ થાય છે. તે સાથે જોડાયેલ નાડીસૂત્રોને પરિણામે કમરમાં દુઃખાવો, સ્ત્રીઓમાં યોનિ, પુરુષોમાં વૃષણ અે પેઢુંમાં પણ દુઃખાવો થાય છે.
• મૂત્રાશયમાં મૂત્ર લાંબો સમય રાખવાની ક્ષમતા ઘટી જવાને પરિણામે વારંવાર થોડી માત્રામાં પેશાબ થાય છે. આવા અસહ્ય લક્ષણો ધરાવતો વારંવાર થતો મૂત્રાશયનો રોગ તે િસસ્ટાઈટીસ, આયુર્વેદમાં જેને બસ્તિ રોગથી વર્ણવાયેલ છે.
વારંવાર થતું સંક્રમણ રોકવા શું કરવું?
• મૂત્રાશયમાં પ્રવેશતા જીવાણુઓ બહારથી સંક્રમિત થાય છે. સ્ત્રીઓમાં જનનાંગો, મળદ્વાર, મૂત્રદ્વાર, પાસ-પાસે હોય છે.
• આંતરડામાં રહેલ જીવાણુઓ મળદ્વારા સ્વ્ચછતાના અભાવ અથવા બેદરકારીને કારણે મળદ્વારથી મૂત્રદ્વારમાં પ્રવેશતા હોય છે. આમ થતું નિવારવા સ્વચ્છતા જાળવવા પ્રયત્નશીલ રહેવું.
• મસાલેદાર, તીખા ખોરાક ઓછા લેવા.
• દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી ઉપરાંત દૂધ, છાશ, નારિયેળ પાણી, જવનું પાણી, કાકડી-પાલકનો જ્યૂસ, તરબૂચ જેવા પ્રવાહી ખોરાક લેવા.
• સમયાંતરે મૂત્રપ્રવૃત્તિ માટે જવું જેથી લાંબો સમય મૂત્ર જમા થઈને ન રહે.
ઔષધ
• ગોખરૂ ચૂર્ણ 3 ગ્રામ, સાકર 1 ચમચી, 1 કપ ગાયનું દૂધ, અડધો કપ પાણી- આ મુજબ દિવસમાં 1 વાર પીવું.
• સૂકા ધાણાનો પાવડર 3 ચમચી રાતભર પાણીમાં પલાળી સવારે ખાલી પેટે પી જવું.
• સંક્રમણ વધુ હોય ત્યારે 1 કપ દૂધ, 1/2 કપ પાણીમાં 4 ચમચા તુલસીનો રસ અને સાકર ભેળવીને પીવું.
• શતાવરી ચૂર્ણ દુધ સાથે પી શકાય
• તરબૂચ, કાકડી, છાશ, દુધીનો સૂપ, ગુલકંદ, આંબળાનો મુરબ્બો આ બધાનો ઉપયોગ પેશાબમાં થતી બળતરા મટાડે છે.
• આવશ્યકતાનુસાર ચંદ્રભાવટી, ગુક્ષુરાદિ-ગુગળ જેવી અન્ય દવા વૈદની સલાહનુંસાર લઈ શકાય.