રાજા ચાર્લ્સ III અને વડા પ્રધાન ઋષિ સુનકે શુક્રવારે દેશ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ IIની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાની પ્રશંસા કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગયા વર્ષે 8 સપ્ટેમ્બરે 96 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમણે સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી કે શાહી યુગલ રાજાના શાસનના પ્રથમ વર્ષને ચિહ્નિત કરવા માટે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ઘંટ વગાડવા સાથે, ગૌરવપૂર્ણ પ્રસંગને ખાનગી રીતે ઉજવશે.
કિંગ ચાર્લ્સે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે “આ વર્ષ દરમિયાન મારી પત્ની રાણી કેમિલા અને મારા તરફ દર્શાવવામાં આવેલા “પ્રેમ અને સમર્થન” માટે લોકોનો આભાર માનું છું. અમે તમારા બધાની સેવા કરવા માટે અમારા બનતા પ્રયાસો કરીએ છીએ.”
સુનકે તેમના સંદેશમાં સ્વર્ગસ્થ રાણીની 70 વર્ષની સેવાના માપદંડની પ્રશંસા કરી “કર્તવ્ય અને સમર્પણના આવા અસાધારણ જીવન માટે રાષ્ટ્રની કૃતજ્ઞતા” વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “એક વર્ષના પરિપ્રેક્ષ્યમાં સ્વર્ગસ્થ મેજેસ્ટીની સેવાનો સ્કેલ વધારે લાગે છે. યુકે અને કોમનવેલ્થના રાષ્ટ્રો પ્રત્યેની તેણીની નિષ્ઠા વધુ ઊંડી લાગે છે. હું તેમને ખાસ કરીને ચાન્સેલર તરીકે મારું પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા બકિંગહામ પેલેસમાં મળ્યો તે પ્રસંગોની મારી યાદોને તાજી કરું છું. હું તેમના શાણપણ, તેણીની અદ્ભુત હૂંફ અને તીક્ષ્ણ બુદ્ધિથી પણ પ્રભાવિત થયો હતો. અમે તે યાદોને જાળવી રાખીશું. ”
વિપક્ષી લેબર નેતા, સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’સ્વર્ગસ્થ રાણી હંમેશા તેમના લોકો સાથે વિશેષ બંધનનો આનંદ માણે છે.”
બકિંગહામ પેલેસેર પ્રસંગે 1968માં સેસિલ બીટન દ્વારા લીધેલ સ્વર્ગસ્થ રાણીનું એક નવું પોટ્રેટ પણ બહાર પાડ્યું છે. તેમાં તેમણે ગાર્ટર ઝભ્ભો અને ગ્રાન્ડ ડચેસ વ્લાદિમીરનો મુગટ પહેરેલો છે. પ્રિન્સ ઓફ વેલ્સ અને પ્રિન્સેસ, વિલિયમ અને કેટ, ક્વીન એલિઝાબેથ II ની યાદમાં સેન્ટ ડેવિડ્સ, વેસ્ટ વેલ્સમાં સેન્ટ ડેવિડ્સ કેથેડ્રલમાં વિશેષ સેવામાં હાજરી આપી હતી તો લંડનના ટાવર પર 62 બંદૂકોની સલામી આપવામં આવી હતી.