તા. 21 થી 27 ઓગસ્ટ દરમિયાન લંડનના પીનર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગઢપુરના સ્વામી છપૈયાપ્રકાશદાસજી વક્તા પદે યોજાયેલી શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા દરમિયાન શ્રી વલ્લભાચાર્યજીના 17માં વંશજ પ. પૂ. શ્રી યદુનાથજી મહારાજ શ્રી – કડી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના 9મા વંશજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીનું મિલન થયું હતું.
બન્ને ધર્માચાર્યોના આશિર્વાદ મેળવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો ધન્ય બન્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરના શા.સ્વા. સર્વમંગલદાસજી તથા સ્વામી ભક્તિનંદનદાસજી વરજાંગ જાળીયા વાળા ઉપસ્થિત રહ્યા હતા.
આ પારાયણના વહુજીમહારાજ અને બહેનોને સત્સંગનો લાભ મળ્યો હતો. લંડનમાં વસતા યુવાનો, બાળકો અને હરિભક્તોએ વ્યસ્ત હોવા છતાં સમય કાઢી કથા વાર્તાનો લાભ લીધો હતો.