પ્રતિક તસવીર

4a કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE

  • ભવન ઓપન ડેનું કાર્યક્રમ શનિવાર 9 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10.30થી 1 અને બપોરના 2થી 5 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકોને મળવાની, ટેસ્ટર ક્લાસમાં હાજરી આપવાની તક મળશે.
  • હીલિંગ રાગ દ્વારા કેન્સર રિસર્ચ યુકે માટે વંશીકૃષ્ણ વિષ્ણુદાસના કર્ણાટક વોકલ ચેરિટી કોન્સર્ટનું આયોજન શનિવાર 9 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.30થી 8.30 દરમિયાન કરવામાં આવ્યું છે. તેમની સાથે વાયોલિન પર શ્રી બાલુ રઘુરામન, મૃદંગમ પર શ્રી એમ બાલાચંદર અને ઘાટમ પર શ્રી આર એન પ્રકાશ સંગત આપશે.
  • ઉપહાર સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ સમા આર્ટ્સ દ્વારા શલાખા રાયની સાથે પ્રખ્યાત નૃત્યાંગના આરુષિ મુદગલ દ્વારા ધ ભવનમાં ઓડિસી પઠન કાર્યક્રમનું આયોજન રવિવાર 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30થી 8.00 દરમિયાન કરવામાં આવ્યું છે.
  • પ્રખ્યાત નૃત્યાંગના, કોરિયોગ્રાફર અને ભરતનાટ્યમના નિષ્ણાંત શ્રીમતી રમા વૈદ્યનાથનના સથવારે તા. 13, 14 અને 15 સપ્ટેમ્બરના રોજ સાંજે 7થી 9 દરમિયાન ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી રમા વૈદ્યનાથન વર્કશોપનું નેતૃત્વ કરશે અને વિદ્યાર્થીઓને સ્કંદ સષ્ટિ તિલ્લાના શીખવશે. આ કોર્સ ભરતનાટ્યમના એડવાન્સ્ડ વિદ્યાર્થીઓ માટે છે. અંતે તમામ વિદ્યાર્થીઓને સંગીત આપવામાં આવશે.
  • શ્રીમતી રમા વૈદ્યનાથન દ્વારા ‘રત્નાગર્ભ’ – ઓડ ટુ મધર અર્થ – સોલો થીમેટિક ભરતનાટ્યમ પાઠનું આયોજન રવિવાર 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 6થી 8.30 દરમિયાન કરાયું છે. તેમને નટ્ટુવંગમ પર શ્રીમતી નીના રાજરાણી, સ્વર – શ્રી વાય યાદવન, મૃદંગમ પર શ્રી પ્રતાપ રામચંદ્ર અને વાયોલિન પર શ્રી જલધરન સીથમપરાનાથન સાથ આપશે. તે પછી વિદ્યામગ્ન પાઠ થશે અને અંતે સ્ટેલા સુબિયા સાથે કલાકારો પોસ્ટ પર્ફોર્મન્સ વક્તવ્ય આપશે.
  • શ્રીલંકામાં ભૂખ્યા લોકોને ખોરાક આપતી સંસ્થા ‘ઓરુ પનાઈ’ દ્વારા પુષ્કલા ગોપાલ અને અનુષા સુબ્રમણ્યનના વિદ્યાર્થીઓ સુરેશ સ્વામીનાથન, સશ્વિતા સ્વામીનાથન, અબીરામી શ્રી પાથમંથન અને જસલીન એન્ટની દ્વારા નૃત્ય પાઠનું આયોજન શનિવાર 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.30થી 8.30 દરમિયાન કરવામાં આવ્યું છે. નટ્ટુવંગમ પર પુષ્કલા ગોપાલ MBE, વોકત – વામશી કૃષ્ણન, વાયોલિન પર ડૉ. એક્ટુથન, મૃદંગમ પર ડૉ. અભિરામ, વાંસળી પર વિજય વેંકટ સાથ આપશે. ટિકિટ સંપર્ક: દેવ: 07703 854 866 અને રણજીત: 07745 537 432.

LEAVE A REPLY