ગયા અઠવાડિયે જેટ સ્કી પર અલ્જેરિયાના મોરોક્કોના ઉત્તરપૂર્વીય છેડે સૈદિયાના બીચ રિસોર્ટના પાણીમાં જતા રહેલા બે ફ્રેન્ચ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરાયા બાદ યુકે ફોરેન ઓફિસે મોરોક્કો તરફ જતા બ્રિટીશ નાગરીકોને મુસાફરી કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ફ્રેન્ચ-મોરોક્કન બિલાલ કિસી અને અબ્દેલાલી મર્ચાઉર ભૂલથી અલજીરિયાના પાણીમાં ખોવાઈ ગયા હતા અને સ્કીનું બળતણ ખતમ થઈ ગયું હતું.
યુકે ફોરેન ઓફિસે ચેતવણી આપી છે કે ‘અલજીરિયા-મોરોક્કો વચ્ચેની જમીન સરહદ બંધ છે. તેને પાર કરવાનો પ્રયાસ કરશો નહીં. આ સરહદ સમુદ્ર સુધી વિસ્તરતી હોવાથી જો તમે બોટમાં હો અથવા જેટ સ્કી ભાડે કરી રહ્યાં હો તો ખાતરી કરવી કે દરિયાઈ સરહદ ક્યાં છે. લોકોને સ્પષ્ટપણે મોરોક્કન પ્રાદેશિક પાણીની અંદર રહેવા જણાવાયુ છે.
ત્રીજા વ્યક્તિ સ્માઇલ સ્નાબેની અલ્જેરિયાના કોસ્ટગાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મૃતકના સ્વજનોએ મોરોક્કોના સત્તાવાળાઓને આ કેસને આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ લાવવા હાકલ કરી છે.