યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ આ સપ્તાહના મધ્યમાં 32 સેલ્સીયસ (89.6F) તાપમાનની ચેતવણીઓ વચ્ચે લંડન સાથે ઇંગ્લેન્ડના સાઉથ ઇસ્ટ, સાઉથ વેસ્ટ, ઇસ્ટ અને વેસ્ટ મિડલેન્ડ્સ, ઇસ્ટ, નોર્થ વેસ્ટ, યોર્કશાયર અને હમ્બર સહિતના આઠ પ્રદેશોમાં માટે હીટ-હેલ્થ યલો એલર્ટ ચેતવણી આપી છે. રવિવાર સુધી આ એમ્બર ચેતવણી અમલમાં રહેશે. ફક્ત નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં યલો ચેતવણી અમલમાં છે.
આ એમ્બર એલર્ટનો અર્થ એ છે કે તમામ ઉંમરના લોકો તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે. જેને કારણે NHS ચિંતીત છે. વેલ્સમાં પણ ગરમ સ્થિતિનો અનુભવ થશે, જ્યારે સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લૅન્ડના ભાગોમાં કમોસમી ઊંચુ તાપમાન જોવા મળી શકે છે.
યલો એલર્ટને કારણે વૃદ્ધો અને પહેલાથી નબળી આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકોએ વધારાની કાળજી લેવાની રહેશે.
મેટ ઓફિસના જણાવ્યા અનુસાર, સાઉથ ઈંગ્લેન્ડ અને સાઉથ-ઇસ્ટ વેલ્સમાં સોમવારે તા. 4ના રોજ તાપમાન 30C સુધી પહોંચી ગયું હતું. યુકેનો રેકોર્ડ પર સૌથી ગરમ જૂન હતો.