G20 સમિટ માટે યુએસ પ્રમુખ જો બાઇડનની ભારત યાત્રાના થોડા દિવસો પહેલા ફર્સ્ટ લેડી જીલ બાઇડન કોવિડ -19 પોઝિટિવ આવ્યાં હતા.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, “કોવિડ -19 માટે ફર્સ્ટ લેડી પોઝિટિવ આવ્યા પછી પ્રેસિડન્ટ બાઇડનનો સાંજે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રેસિડન્ટનો ટેસ્ટ નેગિટિવ રહ્યો હતો. પ્રેસિડન્ટના રેગ્યુલર ટેસ્ટ થશે અને લક્ષણો પર દેખરેખ રખાશે. વ્હાઇટ હાઉસે પ્રેસિડન્ટ બાઇડનની વિદેશ યાત્રા યોજનાઓ પરની સંભવિત અસર અંગેની તાત્કાલિક કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો. G20 સમિટમાં ભાગ લેવા માટે બાઇડન ગુરુવારે નવી દિલ્હી જવાના છે