શનિવારે શ્રીલંકાના કેન્ડીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની ખૂબજ રોમાંચક બની રહેવાની શક્યતા ધરાવતી મેચમાં વરસાદ વિલન બન્યો હતો અને મેચમાં પાકિસ્તાનની ઈનિંગ રમી શકાઈ જ નહોતી, જેના પગલે તે પડતી મુકાઈ હતી અને બન્ને ટીમને એક-એક પોઈન્ટ જાહેર કરાયા હતા.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જો કે, ટીમની શરૂઆત ઘણી નબળી રહી હતી, 15 ઓવર્સમાં ફક્ત 66 રનમાં તો ટોચના ચાર બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એ પછી ઈશાન કિશન અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધીરજપૂર્વક રમતાં 138 રનની ભાગીદારી કરી ટીમને થોડા સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. ઈશાન કિશને 81 બોલમાં 82 અને હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 87 રન કર્યા હતા. એંકદરે ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રન કરી ઓલાઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાન સામે 267નો ખાસ પડકારજનક કહી શકાય નહીં એવો ટાર્ગેટ મુક્યો હતો. જો કે, વરસાદના વિક્ષેપના કારણે પાકિસ્તાનની ઈનિંગ શરૂ જ કરી શકાઈ નહોતી.
એશિયા કપની ગયા સપ્તાહની મેચના પરિણામ
તારીખ ટીમ અને સ્કોર્સ સ્થળ પરિણામ
30-08 પાકિસ્તાન-6/342 મુલ્તાન પાકિસ્તાનનો 238 રને વિજય
નેપાલ-104 ઓલાઉટ
31-08 બાંગ્લાદેશ-164 ઓલાઉટ કેન્ડી શ્રીલંકાનો 5 વિકેટે વિજય
શ્રીલંકા-5/165
03-09 બાંગ્લાદેશ-5/334 લાહોર બાંગ્લાદેશનો 89 રને વિજય
અફઘાનિસ્તાન-245