(ANI Photo)

ભારતના ટોચના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેનો રવિવારે લંડનમાં એક ખાનગી લગ્ન સમારોહ ત્રિના સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. 68 વર્ષીય વરિષ્ઠ વકીલના આ ત્રીજા લગ્ન છે. તેમણે 2020માં તેની પ્રથમ પત્ની મીનાક્ષી સાથે છૂટાછેડા લીધા હતાં અને કેરોલિન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતાં.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી લગ્નમાં હાજરી આપવા લંડન ગયાં હતાં. સુનિલ મિત્તલ, એલએન મિત્તલ, એસપી લોહિયા અને ગોપી હિન્દુજા સહિત અન્ય ટોચના ઉદ્યોગપતિઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં. IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી અને તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ ઉજ્જવલા રાઉતે પણ લગ્નમાં ફોટો પડાવ્યા હતાં.

હરીશ સાલ્વે પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરનારા કુલભૂષણ જાધવની ટ્રાયલ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ કેસોનો લડી ચુક્યા છે. ટાટા ગ્રૂપ અને રિલાયન્સ તેમના અગ્રણી ગ્રાહકોમાં સામેલ છે. તેમણે નવેમ્બર 1999થી નવેમ્બર 2002 સુધી ભારતના સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી.

એડવોકેટ સાલ્વેની પ્રથમ પત્ની મીનાક્ષી હતી. બંનેનો લગ્ન સંબંધ 38 વર્ષ સુધી ચાલ્યું હતું, પરંતુ જૂન 2020માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. મીનાક્ષી અને સાલ્વેની બે દિકરીઓ પણ છે જેમનું નામ સાક્ષી અને સાનિયા છે. પહેલી પત્નીથી અલગ થયા બાદ સાલ્વેએ બ્રિટિશ કલાકાર કેરોલીન બ્રોસાર્ડ સાથે વર્ષ 2020માં બીજા લગ્ન કર્યા હતા. હવે તેમણે બીજા લગ્નના ત્રણ વર્ષ બાદ ત્રીજા લગ્ન કરી લીધા છે

LEAVE A REPLY