ભારત આગામી મહિને નવા સંસદ ભવનમાં G20 દેશોની સંસદના સ્પીકરની બેઠકનું આયોજન કરશે. પાર્લામેન્ટ-20ની બેઠક 12 થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તેમાં G20 દેશોના પ્રિસાઇડિંગ ઓફિસરો અને આમંત્રિત રાષ્ટ્રો ભાગ લેશે. તે જી-20 દેશો અને આમંત્રિત દેશોના સંસદના સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસરોની બેઠક છે. આ બેઠકમાં ભારત લોકશાહીની જનતા છે તે મુદ્દે ચર્ચાવિચારણા થશે. આ પ્રસંગે ભારત લોકશાહીની જનની છે તે દર્શાવતું એક એક્ઝિબિશન પણ યોજવામાં આવશે.