વિરોધ પક્ષોના ઇન્ડિયા નામના મહાગઠબંધનને મુંબઈમાં યોજાયેલી બે દિવસની મેગાબેઠકને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે વ્યૂહરચના ઘડી હતી. ગઠબંધનને 13 સભ્યોની એક સંકલન સમિતિની રચના કરી હતી. આગામી વર્ષની ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએનો સામનો કરવા માટે એક નક્કર ગેમ પ્લાન તૈયાર કરવા માટે વિરોધ પક્ષોએ યોજેલી આ ત્રીજી બેઠક હતી.
સંકલન સમિતિમાં કે સી વેણુગોપાલ, શરદ પવાર, એમ કે સ્ટાલિન, તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જીનો સમાવેશ કરાયો છે. બેઠકના એજન્ડામાં સંકલન સમિતિની જાહેરાત અને કન્વીનરની નિમણૂક હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગઠબંધનનો માટેનો નવો લોગો જે આજે અનાવરણ થવાની ધારણા હતી તે લોન્ચ કરવામાં આવશે નહીં. પક્ષોએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સીટની વહેંચણી અંગેનો નિર્ણય 30 સપ્ટેમ્બરે લેવામાં આવશે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમે ભયમુક્ત ભારત માટે ભેગા થયા છીએ. સિલિન્ડર ₹200 સસ્તા થયા છે. પરંતુ લોકો જાણે છે કે પહેલા ભાવ શું હતા. પાંચ વર્ષ સુધી ભાવ વધાર્યા અને ચૂંટણી પહેલા ઘટાડ્યા. ‘પહેલે લૂંટ, ફિર છૂટ.’ ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’,”