ભારતમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની સંભાવના ચકાસવા માટે સમિતિની રચના કરવામાં આવી હોવાથી લોકસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળો થઇ રહી છે. આવતા વર્ષે એપ્રિલ અને મે મહિને યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અગાઉ 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત હોવાથી આવી સંભાવના ઊભી થઈ છે. સરકારે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રામ નાથ કોવિંદના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા અંગેની વિચારણા કરશે.

ભારતમાં 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. ઓછામાં ઓછા દસ રાજ્યોની વિધાનસભાની મુદત 2024માં લોકસભાની પહેલા અથવા તે સમયની આસપાસ પૂર્ણ થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં નિર્ધારિત છે, જ્યારે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY