અમેરિકી કોંગ્રેસને ભારત સાથે GE જેટ એન્જિન સોદાને આગળ ધપાવવાના જો બાઇડન વહીવટીતંત્રના નિર્ણય સામે કોઈ વાંધો નથી. જીઇએ ભારતમાં જેટ એન્જિનના ઉત્પાદન માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર કર્યા છે. તેમાં અભૂતપૂર્વ ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. તેનાથી ભારતમાં જેટ એન્જિનનું ઉત્પાદન થશે અને લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પણ થશે.
કેપિટોલ હિલ ખાતેના એક સુત્રોના જણાવ્યા મુજબ તે કાયદાકીય બાજુથી સ્પષ્ટ છે. ભારતના વડાપ્રધાનની મોદીની તાજેતરની યુએસ મુલાકાત પહેલા જ આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, US વિદેશ વિભાગે 28 જુલાઈના રોજ ગૃહ અને સેનેટની વિદેશી સંબંધો સમિતિઓને જાણ કરી હતી. જો નોટિફિકેશનના 30 દિવસની અંદર કોંગ્રેસના કોઇ પ્રતિનિધિ અથવા સેનેટને વાંધો ન હોય, તો તેને સંમતિ ગણવામાં આવે છે. હવે US કોંગ્રેસને આ કરારમાં કોઈ વાંધો નથી, ત્યારે હવે આગળના પગલા તરફ આગળ વધી શકીએ છીએ.
આ પહેલા વડાપ્રધાને તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને GE એરોસ્પેસ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાને અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જ આ મહત્વપૂર્ણ કરારની જાહેરાત કરવામાં આવી હતી.