India's main opposition Congress Party's leader Rahul Gandhi greets supporters as he leaves the party headquarters for his summons at the Enforcement Directorate in a money laundering case, in New Delhi, India, June 14, 2022. REUTERS/Anushree Fadnavis

અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ કરતાં નવેસરના રીપોર્ટ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતાં અને અદાણી ગ્રૂપ સામેના રીપોર્ટની તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવાની માગણી કરી હતી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં જણાવ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ અહેવાલોની તપાસ કરવી જોઈએ કે અદાણી પરિવારના સહયોગીઓએ મોરેશિયસ સ્થિત સંદિગ્ધ ઇન્વેસ્મેન્ટ ફંડ્સ દ્વારા કંપનીમાં “સેંકડો મિલિયન” રોકાણ કર્યું છે. અદાણી મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેમણે સવાલ કર્યો હતો કે પીએમ મોદી શા માટે ચૂપ છે? તેઓ આની તપાસ કેમ કરાવતા નથી.

વિદેશી વર્તમાનપત્રની નકલ દર્શાવીને કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે પ્રખ્યાત વૈશ્વિક ફાઇનાન્શિયલ વર્તમાનપત્રે અદાણીના મુદ્દે  ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યાં છે. દેશમાં G20 બેઠક પહેલા ભારતની પ્રતિષ્ઠા દાવ પર છે. PM મોદીએ પગલાં લેવા જોઈએ અને અદાણી મુદ્દાની તપાસ કરાવવી જોઈએ.

 

LEAVE A REPLY