અમેરિકાએ કોરિયન દ્વીપકલ્પમાં લાંબા અંતરના B1-B બોમ્બર્સ ઉડાવ્યાના થોડા કલાકો પછી ઉત્તર કોરિયાએ ઉત્તરપૂર્વીય દરિયામાં એક બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે આ મિસાઇલ બુધવારે છોડવામાં આવી હતી. જોકે આ મિસાઇલ કેટલે દૂર ગઈ હતી તેની તેમને કોઇ વિગતો આપી ન હતી. હાલમાં દક્ષિણ કોરિયા સાથે અમેરિકા મિલિટરી ડ્રીલ કરી રહ્યું છે અને તેનાથી ઉત્તર કોરિયા છંછેડાયું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે નેતા કિમ જોંગ ઉને આર્મીને સજ્જ રહેવાની હાકલ કરી હતી.