ડર્બીના એલ્વસ્ટનમાં બ્રિડલ ગેટ પાસે 20 ઓગસ્ટના રોજ કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન કથિત રીતે ગોળીબાર અને હથિયારો સાથે થયેલી અથડામણને પગલે સિનફિનના શેક્સપિયર સ્ટ્રીટના 35 વર્ષીય કરમજીત સિંઘને 24 ઓગસ્ટના રોજ મેશેટી રાખવાના અને હિંસક અવ્યવસ્થાનો આરોપસર ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.
આ ટૂંકી સુનાવણીમાં કથિત રીતે શું થયું છે તેની કોઈ વધુ વિગતો જાહેર કરાઇ ન હતી અને સિંઘને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ જોનાથન ટાફ દ્વારા કસ્ટડીમાં મોકલી આગામી 21 સપ્ટેમ્બરના રોજ ડર્બી ક્રાઉન કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો હતો. તેના વતી જામીન માટે અરજી કરાઇ ન હતી.
ખલેલને પગલે, ડર્બી સિટી કાઉન્સિલના નેતા કાઉન્સિલર બેગી શંકરે જણાવ્યું હતું કે “અમે સાંભળીને અત્યંત દુઃખી છીએ કે અમારા શહેરમાં આવું બન્યું છે. અમે આગામી દિવસોમાં ડર્બીશાયર પોલીસ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.