REUTERS/Shailesh Andrade/File Photo

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે કંપની ગણેશ ચતુર્થીના અવસર પર એટલે કે 19 સપ્ટેમ્બર 2023એ  જિયો એરફાઈબર સર્વિસ લોન્ચ કરશે. જિયો એરફાઇબર ભારતના ઘરો અને ઓફિસો માટેની નવી વાયરલેસ ઇન્ટરનેટ સર્વિસ છે. તેમાં સુરક્ષિત ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે વધારાના લાભો સાથે ઝડપી 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે છે.

એરફાઇબર સર્વિસિસની મુખ્ય બાબતોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 વિક્ષેપો હોવા છતાં માત્ર થોડા વર્ષોમાં જિયોફાઇબરે 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને વટાવી દીધા છે, જેમાંથી દરેક ગ્રાહક દર મહિને સરેરાશ 280 GB ડેટાનો વપરાશ કરે છે. તે આપણા માથાદીઠ મોબાઇલ ડેટા વપરાશ કરતાં 10 ગણો વધારે છે.જિયો એરફાઇબર સાથે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 10 ગણો વધારો થશે. FY23 માટેના તેના વાર્ષિક અહેવાલમાં કંપનીએ 100 મિલિયન ઘરો સુધી જિયોએરફાઇબર સર્વિસ પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જિયો એરફાઇબરનો હેતુ કોઈપણ વાયર અથવા કેબલનો ઉપયોગ કર્યા વિના એરમાંથી સર્વિસ પૂરી પાડવાનો છે.

LEAVE A REPLY