પાકિસ્તાનના તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય કેરિયરે તેના ત્રણ બોઇંગ 777 સહિત 11 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા છે, વિમાનના પાર્ટર્સ  બદલવા માટે ભંડોળની અનુપલબ્ધતાને કારણે આ નિર્ણય કરાયો છે.  

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ના એક અધિકારીએ કહ્યું હતું કે મેનજમેન્ટ તેના પર અમલ કરી ચુકી છે. 3 વર્ષમાં 11 વિમાનોને બાજુ પર મુકી દેવામાં આવ્યા છે, કારણ કે એરલાઈન નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ ફ્યુલની કિમત વધી રહી છે અને તેના કારણે સંકટ ઘેરુ બન્યું છે.  

પીઆઈએ પાસે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક રુટ પર ઉડાન ભરવા માટે 31 વિમાનો છે અને તેમાંથી 11 વિમાનોને હવે સર્વિસની બહાર કરી દેવાયા છે. આ વિમાનો કરાચી તેમજ ઈસ્લામાબાદ એરપોર્ટ પર પાર્ક કરી દેવાયા છે. અધિકારીએ કહ્યું હતું કે, વિમાનોને બહાર કરવાનુ કારણ એ પણ છે કે, આર્થિક ભીડના કારણે તેના સ્પેર પાર્ટસ ખરીદવા માટે અમારી પાસે પૈસા નથી. બાકીના 20 વિમાનો થકી અત્યારે એરલાઈન પોતાની ફ્લાઈટોનુ સંચાલન કરી રહી છે પણ તેના કારણે ફ્લાઈટ શિડ્યુલ પ્રભાવિત થઈ રહ્યુ છે. 

LEAVE A REPLY