બેંકોનો અંદાજ છે કે 2031 સુધીમાં રોકડ વ્યવહારની સંખ્યા માત્ર પ ટકા થઇ જવાની છે ત્યારે બેંકો અને બિલ્ડીંગ સોસાયટીઓ જો એક માઇલની ત્રીજીયામાં મફત કેશ મશીન નહિં મૂકે તો તેમનો ભારે દંડનો સામનો કરવો પડશે.
ટ્રેઝરી વિભાગે જણાવ્યું હતું કે લઘુત્તમ સેવાના સ્તર હેઠળ, 95 ટકા લોકો અને બિઝનેસીસ રોકડ ઉપાડવા માટે મફત ઍક્સેસના એક માઇલની અંદર હશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તેઓ ત્રણ માઇલની અંદર રોકડ ઉપાડી શકશે. તેમાં ફ્રી-એક્સેસ કેશ મશીન અને દુકાનોમાં કેશબેક બંનેનો સમાવેશ થાય છે.
લોકો વધુને વધુ કાર્ડ્સ પર આધાર રાખતા હોવાથી ગયા વર્ષે 25 ટકા એટીએમ બંધ કરાયા હતા. જો કે, ટોરી સાંસદોએ કહ્યું છે કે લાખો બ્રિટિશરો હજુ પણ દૈનિક આવશ્યક ચીજો ખરીદવા માટે રોકડનો ઉપયોગ કરે છે.
યુકેના સૌથી મોટા એટીએમ નેટવર્ક, લિંકના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન હોવેલ્સે કહ્યું હતું કે “યુકે કેશલેસ સોસાયટી બનવા માટે હજુ તૈયાર નથી, તેથી આ નિયમોને કાયદો બને તે જોવું સારું છે.”
યુકેમાં ફ્રી-ટુ-યુઝ કેશ મશીનોની સંખ્યા ઘટીને 38,429 થઈ ગઈ છે, જે 2008 પછીની સૌથી ઓછી સંખ્યા છે. એજ યુકેએ જણાવ્યું હતું કે ઘણા વૃદ્ધ લોકો અને ઓછા બજેટવાળા પરિવારો રોકડ પર નિર્ભર રહે છે અને એવું જોખમ છે કે તેઓ મુશ્કેલીમાં મુકાશે.
નોટમશીન, એટીએમે આ વર્ષે જાહેરાત કરી હતી કે તેઓ તેના 9,000 ટર્મિનલમાંથી 1,000 પર રોકડ ઉપાડવા પર ચાર્જ લેશે.