ANI_20230823080

મિઝોરમના આઈઝોલ જિલ્લામાં બુધવારે 100 મીટર ઉંચો નિર્માણાધિન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 18 કામદારોના મોત થયાં હતાં અને અને અન્ય પાંચ લાપતા બન્યાં હતા. મૃતકોમાં મોટા ભાગના પશ્ચિમ બંગાળના મજૂરો હતાં. રાજ્યની રાજધાની આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર આવેલા સાયરાંગ વિસ્તારમાં સવારે 10 વાગ્યાની આસપાસ સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શ્રમિકોના પરિજનો માટે રૂ.10 લાખની અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 મૃતદેહોની ઓળખ પશ્ચિમ બંગાળના કામદારોના તરીકે થઈ હતી. મોટાભાગના મૃતકો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પુકુરિયા, ઇંગ્લિશ બજાર અને માણિકચકના છે. પશ્ચિમ બંગાળના કામદારોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું હતું કે તેમના મૃતદેહોને રાજ્ય લાવવાની વ્યવસ્થા કરાઈ છે. તેમણે અધિકારીઓને બચાવ કામગીરીમાં મદદ માટે મિઝોરમ સરકાર સાથે સંકલન કરવા સૂચના આપી છે.

કાટમાળમાંથી 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં, જ્યારે અન્ય બેને હજુ સુધી બહાર કાઢવાના બાકી છે. પાંચ કામદારો ગુમ થયા હોવાના અહેવાલ છે. બચાવ અને રાહત પ્રયાસો ચાલુ છે.

રેલ્વેએ કહ્યું હતું કે આ દુર્ઘટના એક ગેન્ટ્રી (સ્ટીલનું સ્ટ્રક્ચર) તૂટી પડવાથી સર્જાઈ હતી. તે કુરુંગ નદી પર નિર્માણાધીન પુલ ઊભી કરાઈ હતી. ભૈરવી-સાયરાંગ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટના 130 પુલ પૈકીના એક નિર્માણાધીન પુલ સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે.

LEAVE A REPLY