જોર્ડનના અમ્માન ખાતે ગયા સપ્તાહે યોજાઈ ગયેલી વર્લ્ડ અંડર 20 રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતની મહિલા કુસ્તિબાજોએ ચાર ગોલ્ડ સહિત કુલ 14 મેડલ પ્રાપ્ત કરી ટીમ ચેન્પિયનશિપ્સમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ટીમે ત્રણ સિલ્વર અને સાત બ્રોંઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. 19 વર્ષની અંતિમ પંઘાલ સતત બે વખત અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારી પ્રથમ મહિલા કુસ્તિબાજ બની હતી. તે ગયા વર્ષે બલ્ગેરીઆમાં ચેમ્પિયન બની હતી અને આ વર્ષે પણ તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તો ભારતે આ વખતે પહેલીવાર ટીમ ટ્રોફી પ્રાપ્ત કરી હતી.