(ANI Photo/Shrikant Singh)

એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા. 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવાની છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે (21 ઓગસ્ટ) કરાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં તમામ સિનિયર્સનો સમાવેશ કરાયો છે, તો નવા ચહેરા તરીકે તિલક વર્માને તક અપાઈ છે. શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલની વાપસી થઈ છે, તો બોલિંગમાં પણ તમામ સિનિયર્સને સામેલ કરવામાં આવ્યા છે. સ્પિનર્સમાં જો કે, ચહલ અને અશ્વિનનો સમાવેશ નથી કરાયો, કુલદીપ યાદવ, જાડેજા અને અક્ષર પટેલના નામો 17ની યાદીમાં છે. 

મુખ્ય વિકેટ કીપર તરીકે ઈસાન કિશન અને બેકપ તરીકે સંજુ સેમસનનો સમાવેશ કરાયો છે. રોહિત શર્મા સુકાનીપદે યથાવત છે, તો હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન રહેશે. 

ફાસ્ટ બોલર્સમાં બુમરાહની આગેવાની હેઠળ શમી, સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ કરાયો છે. 

ભારતીય ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા – કેપ્ટનહાર્દિક પંડ્યા – વાઈસ કેપ્ટન, શુભમન ગિલઈસાન કિશનવિરાટ કોહલીશ્રેયસ અય્યરકેલોકેશ રાહુલસૂર્યકુમાર યાદવતિલક વર્મારવિન્દ્ર જાડેજાઅક્ષર પટેલશાર્દુલ ઠાકુરકુલદીપ યાદવજસપ્રીત બુમરાહમોહમ્મદ સિરાજમોહમ્મદ શમીપ્રસિદ્ધ કૃષ્ણા અને સંજુ સેમસન.

LEAVE A REPLY