ભારતના સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રોએ કર્યું છે, જ્યારે IIT મદ્રાસે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર નિર્માણ કાર્ય માત્ર 43 દિવસમાં પૂર્ણ થયું હતું. પરંપરાગત પદ્ધતિથી નિર્માણ કરતા તેને છથી આઠ મહિના લાગી શકે છે. આ અનોખી ઇમારત અંગે વૈષ્ણવે જણાવ્યું હતું કે નવી 3D-કોંક્રિટ પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા આ પોસ્ટ ઓફિસનું નિર્મામ કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણ ઓટોમોટેડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. તેમાં રોબોટિક પ્રિન્ટર નિર્ધારિત ડિઝાઇન અને વિશેષ ગ્રેડ મુજબ કોંક્રિટના સ્તર બનાવે છે. તેમાં સ્પેશ્યલ ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ કરાયો છે. ખર્ચ અને સમયની બચત 3D-કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી પરંપરાગત બિલ્ડિંગ નિર્માણ પદ્ધતિ કરતાં વધુ સ્પર્ધાત્મક છે.

LEAVE A REPLY