આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ લવ અગ્રવાલ બુધવારે ગાંધીનગરમાં G20 આરોગ્ય મંત્રીઓની બેઠક પહેલા મીડિયાને સંબોધિત કરે છે.(ANI Photo)

G20માં ભારતની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય પ્રધાનોની બેઠકનો 17 ઓગસ્ટથી ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. આ બેઠક 19 ઓગસ્ટ સુધી ચાલશે. ગુજરાતમાં ખાતેની આ બેઠકમાં 19 સભ્ય દેશો10 આમંત્રિત દેશો અને 22 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે.  

ભારતે 1 ડિસેમ્બર2022ના રોજ G20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. આ બેઠકમાં જી-20 હેલ્થ ટ્રેકની મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેમાં હેલ્થ ઇમર્જન્સી પ્રિવેન્શનએન્ટી માઇક્રોબિયલ રિસ્ટેન્સ પર ફોકસ સાથે તૈયારીફાર્મા સેક્ટરમાં સહકારમાં વધારોડિજિટલ હેલ્થ ઇનોવેશનયુનિવર્સલ હેલ્થ કવરેજનો સમાવેશ થાય છે.  

G20 આરોગ્ય પ્રધાનોની બેઠકની ફોકસ ઈવેન્ટ તરીકે 19 ઓગસ્ટના રોજ સંયુક્ત નાણા-આરોગ્ય પ્રધાનોની બેઠક પણ યોજાશે. G20 આરોગ્ય પ્રધાનની બેઠક ઉપરાંતચાર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમીટઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.  

આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “G20 પરંપરાગત દવામાં ભારતનું નેતૃત્વ દર્શાવવાની એક અનોખી તક છે. વર્ષના અંત સુધીમાં12,500થી વધુ આયુષ આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સમગ્ર દેશમાં કાર્યરત થશે. ગુજરાતના જામનગર ખાતેનું ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિન્સ વિકાસશીલ દેશમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે.  

LEAVE A REPLY