પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સ્કોટિશ કોમેડિયન હરદીપ સિંહ કોહલી પર “તાજેતરના” જાતીય અપરાધોના સંબંધમાં આરોપ મૂકી તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે 54 વર્ષીય કોહલીને મુક્ત કરી પછીની તારીખે કોર્ટમાં હાજર થવા જણાવાયું છે.

કોહલીએ બીબીસી અને અન્ય બ્રોડકાસ્ટર્સ માટે ઘણા કાર્યક્રમો રજૂ કર્યા છે અને સેલિબ્રિટી માસ્ટરશેફની 2006ની આવૃત્તિમાં તેઓ રનર્સ અપ રહ્યા હતા. તે પછી તેઓ 2018માં સેલિબ્રિટી બિગ બ્રધરનો સ્પર્ધક પણ બન્યો હતો.

ઘણા લોકોએ તેના વિશે ચિંતા વ્યક્ત કર્યા બાદ ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલી તપાસ પછી કોહલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્કોટલેન્ડે ગયા મહિને પુષ્ટિ કરી હતી કે તે આરોપોની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY