શ્રી લિમ્બાચિયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા 3 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 8થી સાંજના 6 સુધી 9 ક્લેરમોન્ટ સ્ટ્રીટ, લેસ્ટર LE4 7QH ખાતે આવેલા લિમ્બચ માતા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લિમ્બચ માતાના ભક્તોને આગળ આવવા અને મુખ્ય યજમાન તરીકે ભાગ લેવા વિનંતી કરાઇ છે.

આ પ્રસંગે સવારે 8થી 12 શ્રીગણેશ પૂજા, શ્રી લિમ્બચ માતાની મહાપૂજા અને ચંડી યજ્ઞ થશે. બપોરે 12થી 1 કળશ અને માતાજી સાથેની શોભા યાત્રા નીકળશે. ત્યારબાદ સમૈયો, મંદિર પ્રવેશ, કળશ પૂજન, કુંભ સ્થાપન, ધ્વજારોહણ, ફુલહાર પૂજન અને પટ્ટ દર્શન, માતાજીના થાળ અને આરતી થશે. બપોરે 1થી 3 ભક્તો માતાજીના દર્શન કરી શકશે અને મુખ્ય કોમ્યુનિટી હોલમાં ભોજન પ્રસાદીનો લાભ મળશે. આ ઐતિહાસિક પ્રસંગમાં હાજરી આપવા સૌને આમંત્રણ અપાયું છે.

સંપર્ક: શ્રી લિંબાચીયા જ્ઞાતિ મંડળ લેસ્ટર મહેન્દ્રભાઈ નાઈ: 07792 464 404 www.limbachia.org.uk

LEAVE A REPLY