ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજા (ANI Photo)

જામનગરમાં ગુરુવારે એક જાહેર કાર્યક્રમમાં ભાજપની ત્રણ મહિલા નેતાઓ બાખડી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ધારાસભ્ય પત્ની રીવા જાડેજાએ જામનગરના મેયર બીનાબેન કોઠારી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઝગડાને શાંત કરવા મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનાથી ઝગડો ઉગ્ર બન્યો હતો.

‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગર ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યાં હતા.
જામનગરના સાંસદ (સંસદ સભ્ય) પૂનમબેન માડમ અને જામનગરના મેયર બીનાબેન કોઠારી સાથે રીવાબા જાડેજાની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો. રીવાબા જાડેજા અન્ય મહિલા નેતાઓને ઓકાતમાં રહેવાની સૂચના આપે છે. મીડિયાની હાજરીમાં સાંસદ પૂનમ માડમને પણ રીવાબાએ ખખડાવી નાખ્યાં હતાં. તેઓ બોલી રહ્યાં હતાં કે આ બધુ તમે જ સળગાવ્યું છે. આ તમામ વિવાદ અહીંથી જ ઉત્પન્ન થયો છે. આ ઘટના ભાજપના હાઇકમાન્ડ સુધી પહોંચી હતી.

LEAVE A REPLY