. (Photo by Yawar Nazir/Getty Images)

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નફાના સંદર્ભમાં ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરતાં આગળ નીકળી ગઈ હતી અને  દેશની સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ હતી.  

એસબીઆઈએ પ્રથમ ક્વાર્ટરમાં 18,736 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એસબીઆઈનો શેર ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં (યર ટુ ડેટ) 8.58 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ લિસ્ટમાં બીજા સ્થાન પર હતીજેનો નફો રૂ.18,182 કરોડ નોંધાયો હતો. ઓએનજીસીએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ.16,857 કરોડનો નફો કર્યો હતો અને દેશની સૌથી મોટી નફાકારક કંપનીઓમાં ત્રીજા સ્થાન પર હતી. કંપનીના શેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 21.25 ટકા વળતર મળ્યું છે.  

ચોથા નંબર પર આઈઓસી રહી હતી જેણે પ્રથમ ક્વાર્ટરમાં 14,396 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. આ શેરમાં યર ટુ ડેટ રિટર્ન 21 ટકા રહ્યું હતું. આ લિસ્ટમાં એચડીએફસી બેન્કનું નામ સામેલ છે. એચડીએફસી બેન્કનો પ્રથમ ક્વાર્ટરનો નફો 12,403 કરોડ રૂપિયા નોંધાયો હતો.  

ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ)નો પ્રથમ ક્વાર્ટરનો નફો રૂ. 11,120 કરોડ રૂપિયા નોંધાયો હતો. આ શેરમાં યર ટુ ડેટ રિટર્ન 5.85 ટકા નોંધાયું છે. ICICI Bankનો પ્રથમ ક્વાર્ટરનો નફો રૂ. 10,763 કરોડ રૂપિયા નોંધાયો છે. ચાલુ વર્ષમાં આ શેર 7.56 ટકા વધ્યો છે. જ્યારે ભારત પેટ્રોલિયમનો નફો 10,168 કરોડ રૂપિયા નોંધાયો છે અને યર ટુ ડેટ રિટર્ન 7.85 ટકા છે. 

LEAVE A REPLY