જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 15 ઓગસ્ટે કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ભારે ભીડ જોવા મળી હતી. સ્ટેડિયમની બહાર લોકોના લાંબી લાઇન લાગી હતી.
શ્રીનગરના પ્રતિષ્ઠિત લાલ ચોક પર કેટલાક લોકો ત્રિરંગો લહેરાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા સમારંભ માટે નાગરિકો માટે કોઈ પ્રતિબંધો નથી. આજે કોઈ ઈન્ટરનેટ નિયંત્રણો પણ નહોતા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યુ હતું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી રાજ્યમાં મોટો બદલાવ આવ્યો છે.
કાશ્મીર ખીણમાં ગર્વથી ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. 1989માં આતંકવાદના ઉદય પછી આ પ્રથમ વખત શ્રીનગરમાં કોઈપણ પ્રતિબંધ, શટડાઉન અથવા ઇન્ટરનેટ પ્રતિબંધ વિના આઝાદીની ઉજવણી કરાઈ હતી.