(ANI Photo)

ભારતની મેચોની ટિકિટનું વેચાણ 30મીથી થશે

ભારતમાં આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં યોજાનારા વન-ડે ઈન્ટરનેશનલ્સના ક્રિકેટ વર્લ્ડ કપના આરંભને હવે બે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે અગાઉ સમગ્ર વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયા પછી ગયા સપ્તાહે 9 મેચની તારીખોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં આ ટુર્નામેન્ટ દેશના સૌથી મોટા તહેવારો – નવરાત્રી અને દુર્ગાપૂજા સમયે રમાનારી હોવાથી કેટલાક રાજ્યોના પોલીસ તંત્રે તહેવારોના કારણે ફેરફારની રજૂઆતો કરતાં તેમજ અન્ય કારણોસર અમદાવાદમાં રમાનારી, હાઈ વોલ્ટેજ ગેમ ગણાતી ભારત – પાકિસ્તાન મેચ સહિતની મેચની તારીખોમાં ફેરફાર કરવાની ભારતીય ક્રિકેટ બોર્ડ તથા આઈસીસીને ફરજ પડી હતી. 

25 ઓગસ્ટથી ભારત સિવાયની મેચની ટિકિટનું વેચાણ શરૂ થશે

આ ફેરફારો સાથે વર્લ્ડ કપની મેચોની ટિકિટોના વેચાણનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે, જેમાં ભારત સિવાયની તમામ મેચની ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી તથા ભારત રમવાનું હોય તેવી મેચની ટિકિટોનું વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થવાનું પણ જાહેર કરાયું હતું. 

ફેરફારો પછી ભારતીય ટીમની મેચોનો કાર્યક્રમ આ મુજબનો છેઃ 

ઑક્ટોબર 8 – ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં

11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં 

14 ઓક્ટોબર – પાકિસ્તાન સામે અમદાવાદમાં 

19 ઓક્ટોબર – બાંગ્લાદેશ સામે પૂણેમાં 

22 ઓક્ટોબર – ન્યૂઝીલેન્ડ સામે ધરમશાલામાં  

29 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ સામે લખનૌમાં 

2 નવેમ્બર – શ્રીલંકા સામે મુંબઈમાં

5 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં

12 નવેમ્બર – નેધરલેન્ડ સામે બેંગલુરુમાં

ઓસ્ટ્રેલિયા – દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 ઓક્ટોબરની મેચ તથા ન્યૂઝીલેન્ડ – બાંગ્લાદેશ વચ્ચે 13 ઓક્ટોબરની મેચ પણ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારત-પાકિસ્તાનની ટીમો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને થશે. આ મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે જ્યારે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી મેચ રમાશે.

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે 11 નવેમ્બરે મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યાથી મેચ રમાશે. આ દિવસે એટલે કે 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે. આ સિવાય ભારતીય ટીમની સામે નેધરલેન્ડનો પડકાર 12 નવેમ્બરે હશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રમાશે.

31 ઓગસ્ટથીચાહકો ભારતમાં ચેન્નાઈદિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી1 સપ્ટેમ્બરથીતમે ધર્મશાલાલખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે.

જે 9 મેચની તારીખોમાં ફેરફાર કરાયા છે, તે આ મુજબ છેઃ 

10 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ – બાંગ્લાદેશ

10 ઓક્ટોબર: પાકિસ્તાન – શ્રીલંકા

12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા – સાઉથ આફ્રીકા

13 ઓક્ટોબર: ન્યૂઝીલેન્ડ – બાંગ્લાદેશ

14 ઓક્ટોબર: ભારત – પાકિસ્તાન

15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ – અફઘાનિસ્તાન

11 નવેમ્બર: ઓસ્ટ્રેલિયા – બાંગ્લાદેશ

11 નવેમ્બર: ઈંગ્લેન્ડ – પાકિસ્તાન

12 નવેમ્બર: ભારત – નેધરલેન્ડ

LEAVE A REPLY