India's richest 1% hold 40% of country's wealth
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં વાર્ષિક રૂ.કરોડથી વધુની વાર્ષિક આવક દર્શાવનારા લોકોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. માર્ચ 2022ના રોજ પૂરાં થયેલાં બે વર્ષના સમયગાળા દરમિયાન વાર્ષિક રૂ.કરોડ કે તેથી વધુની આવક દર્શાવનારા લોકોની સંખ્યા બમણી થઈ 1.69 લાખ થઈ હોવાનું આવકવેરા વિભાગના આંકડામાં દર્શાવાયું હતું. 2022-23ના ટેક્સ રિટર્નના આંકડા મુજબ 1,69,890 લોકોએ રૂ.કરોડથી વધુની આવક દર્શાવી હતી.  

અગાઉના વર્ષે એક કરોડથી વધુની આવક દર્શાવનારા લોકોની સંખ્યા 1,14,446 નોંધાઈ હતી. 2020-21માં 81,653 લોકોએ એક કરોડથી વધુની વાર્ષિક આવક દર્શાવી હતી. આકારણી વર્ષ 2022-23 દરમિયાન કંપનીઓપેઢીટ્રસ્ટ તથા વ્યક્તિગત લોકો સહિત કુલ 2.69 લાખ લોકોએ રૂ. કરોડથી વધુની કુલ આવક દર્શાવી હતી. જેમાં 66,397 કંપનીઓ25,262 પેઢીઓ3,059 ટ્રસ્ટ્સ તથા 2,068 એસોસિયેશન ઓફ પર્સન્સનો સમાવેશ થાય છે.   

2022-23 દરમિયાન કુલ 7.78 કરોડ ઇનકમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરાયા હતા. જે 2021-22ના 7.14 કરોડતથા 2020-21ના 7.39 કરોડ રિટર્ન્સની તુલનાએ વધારે છે. રાજ્યવાર રિટર્ન ફાઈલિંગની દૃષ્ટિએ 1.98 કરોડ રિટર્ન્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચના ક્રમે છેજ્યારે ઉત્તરપ્રદેશ 75.72 લાખ રિટર્ન્સ સાથે બીજા ક્રમે અને 75.62 લાખ રિટર્ન્સ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. આ યાદીમાં 50.88 લાખ રિટર્ન્સ સાથે રાજસ્થાન ચોથાં47.93 લાખ રિટર્ન્સ સાથે પશ્ચિમ બંગાળ પાંચમાં ક્રમે છે.  

LEAVE A REPLY