હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અને હાર્ટફુલનેસ યુકે દ્વારા G20 સમિટ પછી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ દરમિયાન હૈદરાબાદમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના વર્લ્ડ હેડક્વાર્ટર, કાન્હા શાંતિ વનમ ખાતે વિશ્વ આધ્યાત્મિકતા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને વિશ્વભરની 300થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટની બાજુમાં અન્ય વૈશ્વિક નેતાઓ સાથે કરનાર છે. આ પરિષદ આધ્યાત્મિકતા, સુખાકારી, ધ્યાન અને યોગમાં વિશ્વના અગ્રણી નેતાઓ, પોલીસી ઘડવૈયાઓ અને અન્ય સમર્થકો/નેતાઓને એકસાથે લાવવાની તક ઉભી કરશે.

હાર્ટફુલનેસના વૈશ્વિક માર્ગદર્શક અને પદ્મ ભૂષણથી સન્માનિત દાજી (કમલેશ પટેલ) આ પ્રસંગની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ત્રણ દિવસના અદ્ભુત કાર્યક્રમમાં પ્રોગ્રામ્સ, પ્રવચનો, અને વૈશ્વિક સ્તરે જાણીતા કલાકારોના સંગીતના પર્ફોર્મન્સનો લાભ મળશે. દાજી ઑક્ટોબરમાં યુકેની મુલાકાત લેનાર છે. વધુ માહિતી માટે સંપર્ક +44 7810 150 005.

LEAVE A REPLY