Rishi Sunak may benefit from undecided voters: Survey
REUTERS/Toby Melville

નોર્થ સી’ના તેલ અને ગેસના ભંડારને “મહત્તમ” કરવાની સરકારની યોજનાનો વિરોધ કરવા માટે યોર્કશાયરમાં આવેલા કિર્બી સિગસ્ટન સ્થિત વડા પ્રધાન ઋષિ સુનકના ઘરની છત પર ચઢી જઇ પર્યાવરણ સમર્થક ગૃપ ગ્રીનપીસના સમર્થકોએ ઓઇલ બ્લેક કાપડ વડે આખા ઘરને ઢાંકી દીધા બાદ એન્વાયર્નમેન્ટ સેક્રેટરી થેરેસ કોફીએ ગ્રીનપીસ સાથેની કોઈપણ મીટિંગ રદ કરવા માટે તેમના અધિકારીઓને કહ્યું છે.

ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ ફૂડ એન્ડ રૂરલ અફેર્સનો સ્ટાફ સમયાંતરે વિવિધ મુદ્દાઓ અને નીતિઓની ચર્ચા કરવા માટે ગ્રીનપીસ સહિત કેટલાક જૂથોને મળે છે.

પોલીસે પાંચ ગ્રીનપીસ પ્રચારકોની ધરપકડ કરી તેમને છોડી દીધા હતા. પરંતુ તેઓ તપાસ હેઠળ છે.

ગ્રીનપીસે જણાવ્યું હતું કે તેને રદ કરાયેલ મીટિંગ્સ અથવા ભાવિ એપોઇન્ટમેન્ટ બંધ કરવા વિશે ડેફ્રા સ્ટાફ તરફથી કોઈ સીધો સંપર્ક કરાયો નથી.

ગ્રૂપના કો-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિલ મેકક્લમે કહ્યું હતું કે “ગઈકાલે અમે જે કાર્યવાહી કરી તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતી. અમે સલામતી માટેના અમારા અભિગમમાં તકેદારી રાખી હતી અને ખાતરી કરી હતી કે ઘરમાં કોઈ ન હોય. સત્ય એ છે કે ઋષિ સુનકની સરકાર જાહેર ચિંતાઓ અને નિષ્ણાતો અને નાગરિક જૂથોની વારંવારની ચેતવણીઓને અવગણી રહી છે.’’

આ ઘટનાએ સુરક્ષાના મોટા પ્રશ્નો ઉભા કર્યા હતા. જો કે સુનક તેમના પરિવાર સાથે વિદેશમાં હતા.

LEAVE A REPLY