ભારતનો પીઢ બેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રનોય ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 300 સીરીઝ બેડમિંટનમાં ચીનના વેંગ હોંગ યાંગ સામે ફાઈનલમાં ૯-૨૧, ૨૩-૨૧, ૨૦-૨૨થી પરાજય સાથે રનર્સપ રહ્યો હતો. ફાઈનલના ભારે રોમાંચક મુકાબલામાં પ્રનોયે ૯૦ મિનિટ જબરજસ્ત સંઘર્ષ કર્યો હતો. વેંગ માટે આ સિઝનનું પ્રથમ ટાઈટલ હતુ. અમેરિકાની બેવન ઝાંગ મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની હતી.
વર્લ્ડ રેન્કિંગમાં ૯મું સ્થાન ધરાવતા પ્રનોયે અગાઉ મલેશિયા માસ્ટર્સની ફાઈનલમાં વેંગ હોંગ યાંગને હરાવ્યો હતો. તેના કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ ટાઈટલ માટે તે ફેવરિટ મનાતો હતો.