ભ્રષ્ટાચારના કેસમાં શનિવારે ઇમરાન ખાનને સજા અને તરત ધરપકડ સાથે પાકિસ્તાને ભૂતપૂર્વ વડાપ્રધાનોને જેલમાં ધકેલી દેવાનો તથા વારંવાર બંધારણનું ઉલ્લંઘન કરનારા લશ્કરી સરમુખત્યારો સામે કોઈ પગલાં ન લેવાનો કુખ્યાત ઇતિહાસ જાળવી રાખ્યો છે.
સૌથી પ્રથમ જાન્યુઆરી 1962માં પૂર્વ પાકિસ્તાનના બંગાળી નેતા હુસૈન શહીદ સુહરાવર્દીની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના બોગમ ચાર્જમાં જેલમાં ધકેલાયા હતા. હકીકતમાં તેમણે લશ્કરી શાસક જનરલ અયુબ ખાનને ટેકો આપવાનો ઇનકાર હતો. નવમા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની 1974માં રાજકીય વિરોધીની હત્યાના કાવતરાના આરોપમાં ધરપકડ કરાઈ હતી અને 4 એપ્રિલ, 1979એ ફાંસી અપાઈ હતી. બેનઝીર ભુટ્ટોની પણ ઘણીવાર ધરપકડ થઈ હતી. જનરલ પરવેઝ મુશર્રફે સત્તા સંભાળ્યા પછી 1999માં નવાઝ શરીફની ધરપકડ કરી હતી અને 10 વર્ષ માટે દેશનિકાલ કર્યાં હતા.