માયુસ કારિયા નામના હાઇ-ફ્લાઇંગ વકીલે હેમ્પશાયરમાં ડર્લી ખાતે આવેલા છ બેડરૂમના £1.3 મિલિયનના ઘરના બગીચામાં વારંવાર હેલિકોપ્ટર ઉતરી શકે તે માટે પ્લાનિંગ પરમિશન કરતા લગભગ 1,000ની વસ્તી ધરાવતા ગામના પડોશીઓએ પોતાની “શાંતિ સમાપ્ત” કરતા ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો છે.
વિન્ચેસ્ટર સિટી કાઉન્સિલના અધિકારીઓએ શરૂઆતમાં તેમને સવારે 8 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે મહિનામાં માત્ર બે વ્યક્તિગત ઉપયોગની રાઉન્ડ ટ્રિપ્સ માટે પરવાનગી આપી હતી. જો કે, ગયા મહિને કારિયાએ વધુ વખત હેલિકોપ્ટર લેન્ડિંગ અને ટેક-ઓફની મંજૂરી આપવા માટે અરજી કરી હતી.
અરજીમાં, કારિયાના એજન્ટે જણાવ્યું હતું કે ‘’વકીલને કેટલાક ક્લાયન્ટ્સ દ્વારા અનિયમિત એપોઇન્ટમેન્ટ્સ લઇ શકે તે માટે પ્રતિબંધને ઢીલો કરવાની જરૂર છે.”
ત્રણ બાળકોના પિતા કારિયા કાનૂની સલાહ માટે £1,000 થી £1,200 પ્રતિ કલાક ચાર્જ કરે છે અને લંડન લિટિગેશન પાર્ટનરશિપ સોલિસિટર નામની ફર્મ ચલાવે છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓ દલીલ કરે છે કે તેમનું ગામ સાઉધમ્પ્ટન એરપોર્ટથી માત્ર સાત માઈલ અને લોઅર ઉપહામના એરફિલ્ડથી ચાર માઈલ દૂર છે અને વારંવાર હેલિકોપ્ટર ફ્લાઇટ્સ સ્થાનિક ક્ષેત્રોમાં પાલતુ અને પશુધનને ખલેલ પહોંચાડી શકે છે.