કોસ્ટ ઓફ લીવીંગ ક્રાઇસીસ એટલે કે મોંધવારી વધતા ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2023ના પ્રથમ છ મહિનામાં સાબુની માંગમાં 48 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે હેન્ડ વોશના વેચાણમાં 23 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ શરીરની ગંધને છૂપાવવાના પ્રયાસોમાં પરફ્યુમના વેચાણમાં 10 ટકાનો વધારો થયો છે.
બ્રિટનની ત્રણ અગ્રણી સુપરમાર્કેટ ચેઇનના આંકડાઓ મુજબ બબલ બાથના વેચાણમાં 35 ટકા અને શાવર જેલના વેચાણમાં 1 ટકાનો ઘટાડો થયો છે. પણ હેન્ડ સેનિટાઇઝરના વેચાણમાં 29 ટકાનો વધારો થયો છે. આ વર્ષે સાબુના બારની સરેરાશ કિંમત 50 ટકાથી વધુ વધી છે. પિઅર્સના એમ્બર સાબુના ચાર-પેકની કિંમત હવે ટેસ્કોમાં £3 છે જ્યારે ડવ સાબુના છ-પેકની કિંમત £3.50 છે.
ચેરિટી હાઇજીન બેંકે જણાવ્યું હતું કે ‘’હાઇજીન પોવર્ટીના કારણે લોકો ડીઓડરન્ટ ખરીદતા ન હોવાનું જણાયું છે. લોકોને હાલમાં વીજળીના બિલ ભરવા પૈસાની જરૂર છે, અથવા તો વાળ અને કપડાં ધોવા લોકો જ સસ્તા વિકલ્પો શોધે છે. 6 ટકા પુખ્ત વયના લોકો હાઇજીન પોવર્ટીથી પ્રભાવિત છે. ઓછી આવકવાળા ઘરોમાં આ આંક 13 ટકા લોકોનો અને અસક્ષમ લોકોમાં આ આંક 21 ટકાનો છે.’’
આ અગાઉના સંશોધનોએ સૂચવ્યું હતું કે બ્રિટનની કુલ વસ્તીના 75 ટકા અને 50 ફ્રેન્ચ લોકો દરરોજ સ્નાન કરે છે.