હિન્દી ફિલ્મોમાં એવા ઘણા નામ છે જે ક્યારે આવ્યા અને ક્યારે ગાયબ થઇ ગયા તેની કોઈને ખબર પણ નથી રહી. આવા જુદા જુદા નામોમાં શાંતિપ્રિયાનું નામ લેવામાં આવે છે. અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ ‘સોગંદ’ માં શાંતિપ્રિયા મુખ્ય ભૂમિકામાં હતી. હવે શાંતિપ્રયાએ અક્ષયકુમાર પર ગંભીર આરોપો લાગાવ્યા છે જેને કારણે બોલીવૂડમાં ચર્ચા જાગી છે, કારણ કે, શાંતિપ્રિયાએ જ્યારે બોલીવૂડમાં ફરીથી કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે અક્ષયકુમારે તેને વચન આપ્યું હતું કે તે મદદ કરશે, પરંતુ અક્ષયે આ વચન પાળ્યું નહીં અને શાંતિપ્રયાને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો પણ નહિ !
શાંતિપ્રિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અક્ષયને તેની ફિલ્મ ‘હોલીડેઃ’ એ સોલ્ઝર ઈઝ નેવર ઓફ ડ્યૂટી ના સેટ પર મળી હતી. ત્યારે અક્ષયે તેનાં વખાણ પણ કર્યાં હતાં. બીજી તરફ આ મુલાકાત પછી શાંતિપ્રિયાએ અક્ષયને ઘણા મેસેજ અને કોલ કર્યા હતા, જેના જવાબમાં અક્ષયે એક પણ કોલ કે મેસેજનો જવાબ આપ્યો નથી !